વોશિંગ્ટન: મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની ધરપકડને લઈને અમેરિકાને પાકિસ્તાનના ઈરાદા ઉપર જરાય વિશ્વાસ નથી. ટ્રમ્પ પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે અગાઉ પણ અનેકવાર હાફિઝને જેલમાં નખાયો છે પરંતુ તેનાથી કશો ફરક પડ્યો નથી. ન તો તેના ઉપર કે તેના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની ગતિવિધિઓ પર લગામ લાગી. ટ્રમ્પ પ્રશાસને આ વાત એવા સમયે કરી છે કે જ્યારે યુએનએ જેને પ્રતિબંધિત જાહેર કર્યો છે તે હાફિઝની બુધવારે પાકિસ્તાને ધરપકડનું નાટક કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ પર આતંકી હુમલા બાદ આ સાતમી વાર એવું બન્યું છે કે આતંકી હાફિઝ જેલના સળિયા  પાછળ ધકેલાયો છે. જેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારને ક્રેડિટ આપતા કહ્યું હતું કે 10 વર્ષના સર્ચ બાદ આખરે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને પાકિસ્તાનમાં ધરપકડ કરાયો છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં તેને પકડવા માટે ખુબ દબાણ કરાયું હતું. 


જો કે 'હાફિઝ જ્ઞાન' પર ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાઈ ગયા હતાં. હાઉશ ફોરન એફર્સ કમિટીએ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું હતું કે તમારી જાણકારી માટ, પાકિસ્તાન તેને 10 વર્ષથી શોધતું નહતું. તે આઝાદ હતો અને ડિસેમ્બર 2001, 2002, ઓગસ્ટ 2006, ડિસેમ્બર 2008, સપ્ટેમ્બર 2009, અને જાન્યુઆરી 2017માં ધરપકડ  કરાયો અને છૂટી પણ ગયો. છેલ્લે લખ્યું છે કે 'તેને દોષિત ઠેરવવામાં આવે  ત્યાં સુધી રાહ જુઓ'.


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...